કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે. 2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે. 3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે. 4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે. 2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. 3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.