GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે. ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે. iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા. 2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા. 3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે. 2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે. 3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી. 4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.