GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલય અનુસાર પાવરપ્લાન્ટના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વર્ગ A પાવર પ્લાન્ટ - નેશનલ કેપીટલ રીજીયન અને 10 લાખથી વધુ વસ્તુ ધરાવતા શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં 2. વર્ગ B પાવર પ્લાન્ટ - ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો (critically polluted areas ) અથવા નોન એટેનમેન્ટ(non-attainment) શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં 3. વર્ગ C પાવર પ્લાન્ટ – નદીપટની 10 કિ.મી. ત્રિજ્યામાં 4. વર્ગ D પાવર પ્લાન્ટ - વર્ગ A, B અને C માં આવતાં ના હોય એવા તમામ અન્ય પાવર પ્લાન્ટ
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?