GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે. 2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે. 3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ? i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર. ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર. iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર. iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ 2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે. 3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે. 4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.