GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે. 2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. 3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી. iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો. iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે. 2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે. 3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.