GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. જો ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો, ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓની સંખ્યાના તફાવત કરતા, ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો ઓછો છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો. યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મ યાદી-2 i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ? ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. 2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે. 3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.