GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે. 2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે. 3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ખારી નદી 2. દમણગંગા ૩. બનાસ 4. શંત્રુંજી યાદી-II a. મધુબન ડેમ b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે d. કચ્છના નાના રણમાં મળે છે