GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?

મેલોક્ષીકામ
આઈબુપ્રોફેન
ડાઈક્લોફિનેક
કારપ્રોફેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
NITI આયોગની ઈન્ડીયન ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં કર્ણાટક સૂચિમાં પ્રથમ સ્થાને છે.
II. કેન્દ્ર શાસિત વિસ્તારોના વર્ગમાં દિલ્હી સૂચિમાં પ્રથમ સ્થાને છે.
III, મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજા ક્રમે છે.

ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ધન અને પ્રવાહી બળતણ વપરાય છે.
GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે.
3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે.
1. ભાવ સ્તરમાં વધારો
2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ
3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ
4. કરવેરાની આવકમાં ઘટાડો

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 1, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે.
2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે.
3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP