GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી. 2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. 3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને ___ કહેવાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મ્યાનમારનું ચલણ યાંગ છે. II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે. III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા. IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.