GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે. 2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે. ૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના "પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ (PGI) – 2019-20'' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પ્રદર્શન (Performance) ચકાસવા માટે આ પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ 70 સૂચકો (indicators) નો ઉપયોગ કરે છે. 2. આ PGI - 2019-20 ત્રીજી આવૃત્તિ છે. 3. પંજાબે 929 ગુણ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. 4. છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે. 2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે. 3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ. 2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે. 3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.