GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ? (I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે. (II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે. (III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં (II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે. (III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે. (IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો. (II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ. (III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું. ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યા જાહેરખાતા સાથે સંકળાયેલ છે ? (I) પ્રોવિડન્ટ ફંડની ડિપોઝીટ જાહેરખાતામાં રાખવામાં આવેલ છે. (II) જાહેર ખાતાના ભંડોળો એ સરકાર સંબંધિત છે, અને આથી જ સંસદની અધિકૃતતા જાહેરખાતામાંથી ચૂકવણી પર જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે. (II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.