ચુનીલાલ વર્ધમાન શાહ (ઇ.સ. 1887 થી ઇ.સ. 1966)
તખલ્લુસ :- "સાહિત્યપ્રિય"
પ્રદાન :- સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ લખી છે.
હિન્દી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાયેલી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
સામાજિક નવલકથાઓમાં તેમનો એક વિચારક કે સુધારક તરીકેની છાપ ઊભી થાય છે.
'પ્રજાબંધુ' સાપ્તાહિકમાં પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી.
રચનાઓ :-
1. ઐતિહાસિક નવલકથા :- કર્મયોગી રાજેશ્વર, નીલકંઠનું બાણ, એકલવીર, વીતકચક્ર, રુપમતી, સોમનાથનું શિવલિંગ
2. સામાજિક નવલકથા :- જિગર અને અમી, નગ્ન સત્ય ?(ભાગ 1-2), એક માળાનાં ત્રણ પંખી (ભાગ 1-2)
3. સાંસ્કૃતિક નવલકથા :- કંટકછાંયો પંથ