GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 8 માં છોકરાઓની સંખ્યા અને ધોરણ 7માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં USA અને તાલિબાને ___ દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ? i. એશિયાઇ સિંહ ii. કળણનો મગર iii. જંગલી સૂવર iv. વાનર
GPSC PI Prelim Exam Paper 03 January 2021
અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે. 2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી. 3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.