GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે. (II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો. (I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ? (I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે. (II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે. (III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.