GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી. ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે. iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ઈમીગ્રન્ટ (દેશાંતરવાસી) વંશીય જૂથ ચાઈનીઝ અને ભારતીયો છે. ii. દક્ષિણ પૂર્વ એશિયાની હાલની વસ્તીની મોટી બહુમતી મોંગોલોઈડ વંશીય જૂથ ધરાવે છે. iii. દક્ષિણ પૂર્વ એશિયાના હાલના વસાહતીઓના જાણમાં હોય તેવા સૌ પ્રથમ પૂર્વજો ઓસ્ટ્રેલોઈડ હતા પરંતુ તેઓ તેમની પાછળ ખૂબ ઓછી નિશાની છોડી ગયા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે. ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે. iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય. iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે. ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે. iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.