GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ?
i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે.
ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે.
iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.

ફક્ત ii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?

48.55%
આપેલ પૈકી એક પણ નહીં
57.76%
67.85%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે ગરીબી રેખા ___ ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે.

ઘરમાં આશ્રિત સભ્યો
ઘરગથ્થુ રોકાણ
ઘરગથ્થુ બચત
ઘરગથ્થુ વપરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સીધુ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ(FII) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે.
FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે.
આપેલ પૈકી કોઈ નહીં
FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ?
i. એશિયાઇ સિંહ
ii. કળણનો મગર
iii. જંગલી સૂવર
iv. વાનર

ફક્ત ii અને iv
i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે ?
i. તે 100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે.
ii. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી.
iii. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે.
iv. તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે.

ફક્ત iv
ફક્ત ii અને iii
ફક્ત i,ii અને iii
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP