GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે. II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે. III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો. I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું. II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી. III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે. IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી. આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે. શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.