GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે. (II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે. (III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે. (IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? (I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે. (II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ. (III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ? (I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે. (II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે. (III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.