GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ?
(I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે.
(II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે.
(III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે.
(IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.

આપેલ તમામ
માત્ર (I)
માત્ર (I) અને (II)
માત્ર (I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (II)
(II) અને (III)
(I) અને (III)
(II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ.
ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી.
પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે.
ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંનેમાંથી એકપણ નહીં
I અને II બંને સાચાં છે.
માત્ર I સાચું છે.
માત્ર II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વેપારી બેંકો અને સહકારી બેંકોના તફાવત અને સમાનતાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.

સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી
વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે.
વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે.
વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ?

પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP