GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.
(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંને સાચાં છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર I સાચું છે.
માત્ર II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘બદલા’ પધ્ધતિનું સ્થાન ‘રોલિંગ સેટલમેન્ટે’ જુલાઈ 2, 2001 થી લીધું છે. ભારતીય શૅરબજાર માટે આ ખ્યાલ નવો નથી. ‘રોલિંગ સેટલમેન્ટ' ને સૌ પ્રથમ રજૂ કરનાર શૅરબજાર કયું હતું ?

અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ
NSE
OTCEI
BSE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

(I) અને (II) ખોટાં છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ?
(I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે.
(II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી.
(III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
(IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ.

(I) અને (II)
(III) અને (IV)
(II) અને (III)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP