GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ?

બાળ મરણ (Infant mortality)
સશક્તિકરણ (Empowerment)
પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health)
શ્રમ બજાર સહભાગિતા (Labour market participant)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર વિભાગના મહત્ત્વના કાર્યો છે ?
1. વિવિધ સામાજીક આર્થિક પાસાને અનુલક્ષીને સામાજીક - આર્થિક સર્વેક્ષણો તથા વસ્તીગણતરીનો અભ્યાસ કરવો‌.
2. રાજ્ય ઘરેલુ ઉત્પાદન તથા તેને સંલગ્ન એકંદર અંદાજોનું સંકલન કરવું તથા તૈયાર કરવા.
3. વિવિધ સ્તરો પર કાર્યરત વિવિધ આંકડા શાસ્ત્રીય કર્મચારીઓના નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.
4. જિલ્લા આંકડા શાસ્ત્રીય અધિકારીઓને તકનીકી માર્ગદર્શન પૂરૂં પાડવું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે.
2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો.
3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી.
2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી.
3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે.
3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP