GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રશિષ્ટ ધારણા વિપરિત, કાર્યલક્ષી રાજકોષીય નીતિ સૂચવે છે કે –
(I) દેશની આર્થિક બાબતોમાં રાજ્ય એ નિષ્ક્રિય ભૂમિકાની જરૂરીયાતની ધારણા રાખવાની ન હોય.
(II) જાહેર ખર્ચ એ માત્ર પ્રત્યક્ષ સવલતો માટે થતો ખર્ચ છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) ખોટાં છે.
માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
(IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.

(IV) સિવાય બધાં જ સાચાં છે.
(I) સિવાય બધાં જ સાચાં છે.
(III) સિવાય બધાં જ સાચાં છે.
(II) સિવાય બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
'પ્રાયોગિક રીતે, બાહ્ય દેવાનાં બોજનું માપન એ કેટલાક ગુણોત્તરના અંદાજ દ્વારા થાય છે, જેમાં એક ઋણ સેવા ગુણોત્તર (Debt Service Ratio) છે. ઋણ સેવા ગુણોત્તર શોધવાનું સૂત્ર કયું છે ?

બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો
બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી
બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP