GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ.
2. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ.
3. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાયપંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગ્રામ સભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા ___ છે.

ઓછામાં ઓછા 100 સભ્યો
ગ્રામ સભાના 50%
કુલ સદસ્યોના એક દશાંશ જેટલી
કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
4
8
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચે આપેલી આકૃતિમાં, સમદ્વિબાજુ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ 72 ચો સેમી, BE = AB અને AB = 2 AD, AE || DC છે, તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું હશે ?

144 ચો સેમી
આપેલ પૈકી એક પણ નહીં
136 ચો સેમી
154 ચો સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી.
2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે.
3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP