GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે. 2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે. 3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે. 4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે. 2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે. 3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે. 1. દૂરસંચાર ઉપગ્રહ 2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ 3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ