GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય.
2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.
3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે.
2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.

ફકત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં પ્રસ્તાવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ખાનગી સભ્ય પ્રસ્તાવ (Private Member Resolution) – તે ફક્ત બપોરની બેઠકમાં એકાંતર (alternative) શુક્રવારે ચર્ચા કરવામાં આવે છે.
2. સરકારી પ્રસ્તાવ – તે સોમવારથી ગુરૂવાર સુધીમાં કોઈપણ દિવસે હાથ ઉપર લઈ શકાય છે.
3. વૈધાનિક પ્રસ્તાવ – તે ફક્ત મંત્રીઓ દ્વારા જ રજૂ કરી શકાય છે.
4. વૈધાનિક પ્રસ્તાવ – તે હંમેશા બંધારણની જોગવાઈઓ અથવા સંસદના કાયદા અનુસાર મેજ ઉપર મૂકવામાં આવે છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે.
2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે.
3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં અંદાજપત્રના પસાર થવાના છ તબક્કાઓનો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > નાણા વિધેયકનું પસાર થવું > વિનિયોગ વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > સામાન્ય ચર્ચા > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP