GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતા વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
2. વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
3. અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે 196 લાખ હેક્ટર છે.
2. કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 99.66 લાખ હેક્ટર ખેતીલાયક ક્ષેત્ર હેઠળ છે.
3. સિંચાઈ હેઠળનો કુલ એકંદર વિસ્તાર 56.14 લાખ હેક્ટર છે કે જે પાક વિસ્તારના 45.97% જેટલો છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે ભારત 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવ્યું.
2. ગુજરાતના મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીમાંનો એક વિસ્તાર છે.
3. ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નદી - ઉદ્ભવસ્થાન - માં મળવું
1. શેત્રુંજી નદી - ગીર જંગલ - ખંભાતનો અખાત
2. મહી નદી - વિંધ્યાચલ ટેકરીઓ - ખંભાતનો અખાત
3. રૂપેણ નદી - અરવલ્લી ટેકરીઓ - અરબી સમુદ્ર
4. બનાસ નદી - અરવલ્લી ટેકરીઓ - કચ્છનું નાનું રણ

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP