GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે.
2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે.
3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે.
4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોજના હેઠળ આવાસનું લઘુત્તમ કદ 20 ચો.મી. થી વધારીને 25 ચો.મી. કરવામાં આવ્યું છે.
2. સાદા વિસ્તારોમાં (plain) એકમ સહાયતા રૂા. 70,000 થી વધારીને રૂા. 1,20,000 કરવામાં આવી છે અને પહાડી રાજ્યોમાં તે રૂા. 75,000 થી વધારીને 1,30,000 કરવામાં આવી છે.
3. સાદા વિસ્તારોમાં એકમ સહાયતાની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે અને ઉત્તરીય અને હિમાલીય રાજ્યમાં તે 60:40 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ?

જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે.
સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે.
તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ?
1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો.
2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો.
3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો.
4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો.

1, 2, 3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. લૉર્ડ કેનીંગ આયોગની ભલામણોને આધારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ મુજબ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બોર્ડના ડાયરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે છે.
3. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ ગવર્નર અને આઠથી વધુ નહીં એટલાં પુરા સમયના ડાયરેક્ટરોની જોગવાઈ ધરાવે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP