સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?

ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે.
મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે.
ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી.
મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

ચકાસણી એ જુનિયર ઓડિટ મદદનીશ દ્વારા થતું નિત્યક્રમ મુજબનું કામ છે.
વાઉચિંગ વર્ષ દરમિયાન ગમે તે સમયે થાય છે.
વાઉચિંગ એટલે હિસાબી ચોપડામાં કરેલી નોંધના સમર્થનમાં રસીદ, ભરતિયા, પત્રવ્યવહાર વગેરે તપાસવાં.
ચકાસણી એટલે પાકા સરવૈયામાં મિલક્તો બતાવી છે તે તપાસવું, તેનું અસ્તિત્વ તપાસવું, તે પેઢીની માલિકીની છે, તેનું મૂલ્યાંકન યોગ્ય રીતે થયું છે અને તેના પર બોજ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી.

પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ.
રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ.
જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ.
રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ.
ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી.
પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ.
જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP