GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.
(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ?
(I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે.
(III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે.
(IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં
(IV) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ના કિસ્સામાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) IMF એ UNO સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થા છે.
(II) પ્રતિભાગી દેશો પાસેથી નક્કી કરેલા નિયત હિસ્સા પ્રમાણે નાણાં મેળવે છે.
(III) સભ્ય દેશોએ મૂડી ભંડોળમાં આપેલ ફાળાને આધારે તેમનો હિસ્સો નિયત કરવામાં આવે છે.

માત્ર (III)
માત્ર (II) અને (III) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ?
(I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે.
(II) તે કંપની સ્વરૂપ છે.
(III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે.
(IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
એકપણ સાચું નથી.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP