GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે ?

ભાવનગર
કચ્છ
ભરૂચ
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ - પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ ___

45 ડિગ્રી પૂર્વ
45 ડિગ્રી પશ્ચિમ
90 ડિગ્રી પશ્ચિમ
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો.

રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા
રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ
રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

1,2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP