GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી.
2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં.
3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.

1,2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

માત્ર 2,3 અને 4
માત્ર 1 અને 2
1,2,3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ?
ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં.
2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે.
3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.

માત્ર 1 અને 2
માત્ર 3
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ?
1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે.
2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે.
3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે.
4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.

માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
1,2,3 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય નાણાકીય વ્યવસ્થામાં (Indian Financial System)અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

આપેલ પૈકી કોઈ નહીં
વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે.
આપેલ બંને
પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP