GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકંપ સંવેદનશીલ વિસ્તાર છે ?

વિંધ્યાચળ ક્ષેત્ર
સિંધુ-ગંગાના જળ ક્ષેત્રો (Indo Gangetic Basin)
ઉત્તર-પૂર્વ ક્ષેત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે.
શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે.
શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે.
ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP